Vision

પ્રમુખ શ્રી

નરહરિ અમીન

ચેરમેન

રવજીભાઈ વસાણી

મેનેજીંગ ટ્રસ્ટી

બિપીનભાઈ પટેલ

શ્રી અન્નપૂર્ણા ધામ અડાલજ

                       આ ધરતી ઉપર વસતા સમગ્ર જીવોના ભરણપોષણ માટે અન્નની અધિષ્ટાતા દેવી માઁ અન્નપૂર્ણા શકિત સ્વરૂપે પ્રગટ થયાં. આપણે કૃષિકર હોઈ ધરતી માતાના સંતાનો હોવાના નાતે કૃષિના વ્યાસવાય સાથે જોડાયેલા હોઈ દર વર્ષે સારી ફસલ થાય અને સમગ્ર પ્રજાને અન્ન મળી રહે તે માટે અન્નપૂર્ણાની આરાધના કરતા થયા.તે રીતે લેઉઆ કણબી પાટીદારો માઁ અન્નપૂર્ણાના ઉપાસક છે તે યથાર્થ છે. આપણને જીવનનિર્વાહ માટે અન્ન, વસ્ત્ર અને આશરો પૂરો પાડનાર માઁ અન્નપૂર્ણા આપણા આરાધ્ય દેવી કહેવાયાં। વિશ્વના જીવોના ભરણ-પોષણ માટે ભગવાન સદાશિવે માઁ અન્નપૂર્ણા પાસે અન્નની ભિક્ષા માગેલ જે જગદગુરુ શંકરાચાર્ય ભગવતી અન્નપૂર્ણાસ્ત્રોતમાં વર્ણવ્યું છે. તેથી સમગ્ર વિશ્વમાં સૌ પ્રથમવાર કુદરતી દેન એવા પંચતત્વો આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુની અનુભૂતિ દ્વારા અડાલજ, તા. ગાંધીનગર ખાતે અભ્યાસ કરતાં આપણા યુવા વર્ગને ખાસ કરીને વિદ્યાર્થીનીઓને અભ્યાસ કરવામાં અનુકૂળતા રહે અને રહેવાની સગવડતા મળે તે માટે શૈક્ષણિક હેતુલક્ષી અદ્યતન પ્રકારના છાત્રાલયનું નિર્માણ કરવા માટે ગાંધીનગર, અને ઉત્તર ગુજરાત, અમદાવાદ, સૌરાષ્ટ્ર વિસ્તારમાં વસતા આપણા લેઉવા પાટીદાર સમાજના આગેવાનોએ મળી "અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ અડાલજ" ની સ્થાપના કરેલ છે.